Showing posts with label Funny. Show all posts
Showing posts with label Funny. Show all posts

Saturday, August 9, 2014

પત્રવ્યવહાર - એક ઇતિહાસ : પત્રલેખન - ઐતિહાસિક કળા!




બ્લૉગ નુ ટાઇટલ બઊ ગંભીર લાગે છે ને?  જરાય નથી ... સાચે ! પરીક્ષા માઁ નિબઁધ પૂછાય અને સમય બચ્યો હોય તો કેવુઁ સરસ મજાનુઁ લખીએ, એવુઁ જ મને આજે વાઁચેલા એક પત્ર પરથી થયુઁ છે અને આ છે એનુઁ પરિણામ! લો આવી ગયુઁ એક ઓર નજરાણુઁ.

શુક્રવાર ની બપોર હતી, "ટ્રિન ટ્રિન...વો..રા ભ'ઇ " અવાજ આવ્યો અને હુઁ જમતાઁ જમતાઁ ઉભો થઈ ને આવેલા કુરિયર, કવર્સ વગેરે ...ટુઁક માઁ ટપાલ લઈ આવ્યો.

બોલો લ્યો, ટપાલી અમારે ત્યાઁ નિયમિત આવે છે, ( તહેવારો માઁ :) તો રોજ આવવાનું થાય એમને! બક્શીશ જિંદાબાદ !)

આવનાર 4-5 કવર્સમાઁ એક પત્ર હતો, અમારા મીનાક્ષી માસી નો!
તહેવારો આવે એટલે પત્રો આવે અને ઇંફોર્મેશન ટેક્નોલોજી (IT) થી તરબતર થયેલા આપણાઁ દિલ-દિમાગ ને કૈંક નવો ખોરાક મળે !આ તો ભાઈ રક્ષાબંધન ની સીઝન ને ! મારી બંને મોટી બહેનો ના આશીર્વાદ થી ભરપૂર શબ્દો હતા અને એ તો રહેવાના જ! ( સાલુ સાચ્ચુ કઉ , આશીર્વાદ ની બઊ જરૂર છે હોઁ આજકાલ ! તમે પણ આપી જ દો યાર હવે, કંજુસાઇ શુઁ આમાઁ ! ... થેંક્યુ !)

અને પત્ર ની પાછળ ની બાજુ અમારા ખાઁટુ માસી નો શુભેચ્છા સંદેશ અને યાદી! અને એમણે જે લખ્યુઁ છે એ ખરેખર આપણને વિચારતા કરી મૂકે લા!  એમના દરેક શબ્દ માઁ મજા પડી જાય! કળા જ તો!

" બીઝી જય ને બીજી માસી ના આશીર્વાદ! " -  નાલાયક તુઁ યાદ કેમ નથી કરતો માસી ને, એમ!
એમાઁય પાછો પ્રાસ અને તર્ક!

"પત્રવ્યવહાર ની પધ્ધતિ સારી હતી, હવે તો લખવાની પ્રેક્ટિસ પણ જતી રહી છે! અક્ષરો સુધારવા પડશે" - અક્ષરો તો સુવાચ્ય જ હતા પણ એથી વધારે ક્લિયર તો એનો મર્મ છે! નસીબજોગે આજકાલ મારા હાથે તો ગુજરાતી પત્રો/ અરજીઓ લખાઇ છે! પણ તોયે શુઁ ... આદત તો સ્વાભાવિક રીતે આ પત્રવ્યવહાર ની જેમ નામ-શેષ જ થઈ ગઈ છે !

એક જમાનો હતો, રોજ ટપાલી કાકા આવતા !  પત્રો માઁ પાછુઁ હોય મોટાભાગે કૉમન!
અલગ અલગ શબ્દો માઁ અલગ લાગણીઓ ! પંચાત, ફરિયાદો, ખોદણી, રોદણાઁ રોવાના , સમાચાર, ઋણ સ્વિકાર વગેરે! (મને યાદ આવ્યુઁ કે મારા દાદાશ્રી નાઁ અવસાન ને લગતા ઋણ સ્વીકાર નાઁ પત્રો મેઁ લખેલા!)

- સૌ કુશળ-મઁગળ હશે અમે સૌ મજા માઁ છીએ!
- આપણો લાલો મોટો થઈ ગયો હશે ને!
(લાલો એટલે કૉમન નામ એમ, બાબા નુઁ તમને નામ ખબર ના હોય તો પણ ચાલે )
- છોરાઁ ઓ એય ને તે ઘર મા ધમાચકડી મચાવતા હશે.
- મીના ને ફાવી ગ્યુઁ
સાસરે ?
- નવું ઘર કેવુઁ છે બાકી? આડોશ-પાડોશ માઁ કોઇ પેલા કાંતાબેન જેવું નથી ને? (
પંચાત )
- ચઁપામાસી હવે થાક્યા છે હોઁ ! ( એટલે તૈયારી એમ 'રામ નામ' ની) રજાઑ લૈ રાખ્જે :) !
- ચિ.,  અ.સૌ.,  મુ. , ગઁ.સ્વ, ધ. ધૂ. પ. પૂ. એવાઁ તો સંબોધનો હોય!



પત્રલેખન એક ઉત્તમ કળા છે જે આજે ઈ-મેઈલના જમાનામાં વિસરાતી જાય છે. ગમે તે હોય, પરંતુ પત્ર લખીને વ્યક્ત થતો આનંદ કંઈક ઓર જ છે !


બહુ લખવુઁ છે, પણ ગુજરાતી ટાઇપ કરવામાઁ બઊ ટાઇમ જાય છે! વધુ આવતા અઁકે ! :)

આભાર!  

Tuesday, May 21, 2013

Worthy - Vardhi!

I may not be 'worthy' man, but I am sure I am a 'Vardhi' man! (Enjoying #RailwayStation and #Airport 6-7 times a month ! ) #Analysed

Saturday, March 30, 2013

March ending effect !

The Effect of March Ending : Your cell phone shows the calls from/to your Chartered Accountant more than those of from your wife / GF ! #funny

Tuesday, February 12, 2013

Worst Valentine Ideas!

An idle mind is devil's workshop -  નવરો બેઠો નખ્ખોદ વાળે !

All courtesy to BSNL, I've had my internet out of service and had some worst
ideas I can help someone for the Valentine Day!

NOT ALL Ideas are mine, few are derived from Twitter!

A good one from Nikunj : "If u don't have your valentine on the valentine's day don't be sad.....bcz...Most people don't have AIDS on the World's AIDS DAY as well..."

Whatever...just smile!

Here they go!
  1. 1. Ask her what she wants. 2. Buy it online. 3. Enter her address. 4. Select "Cash On Delivery" !
  2. Gift her a book of Personality Development.
  3. Promise her a musical night and start singing this yourself.
  4. Call him/her for outing and introduce her to your new girl/boyfriend !! Unforgetable valentine day!!
  5. Take her on a long drive. 2km later, " Yaar petrol to bharwaade"
  6. Gift her a book 'How to hide our age' .
  7. Borrow some money from her to buy her a Valentine's gift.
  8. Gifting an Xbox 360 game to her, even after knowing that she doesn't own an Xbox and then taking it back.
  9. Give her 1.Dior Lip Gloss 2. Gucci Bag 3. iPhone5 4. Nina Ricci Perfume 5. Close her in a room without Mirror.
  10. Long drive ; in Tata Nano.
  11. Gift her a book 'How to look beautiful'.
  12. Gift her the handwash.
  13. A Cassette (old ofcourse) with very old songs.
  14. Telebrands air*** !
  15. Discount coupons for Breast implants. 
  16. Gift her Gillete mach 3.
  17. Selected Speeches of Manmohan Singh Vol 1.
  18. A chinese love letter.
  19. Deodorant.
  20. A Vacuum cleaner.
  21. A love letter with grammatical mistakes, spelling mistakes especially in her name.
  22. Give her a deo and say you smell good with this and add loreal wrinkle reducing cream tell her it waz free

Saturday, September 15, 2012

ચાલો લખીએ ઓડિટનોટ !



આજ નો તો દિવસ ભારે હોં ભાઇ, જાણે વમળ માં તરતી બોટ,
એક પછી એક કામ સમેટવા, કેવી મૂક્વી પડતી દોટ!

સવાર પડી ને વાહન હાંક્યું, ભટકાણાં sheap ને ગોટ,
પડ્યો, આથડ્યો મુઢમાર વાગ્યો, જાણે સેહવાગ નો શોટ!
કામ માં મન આખો દી ભડકે બળે, હોય AC કે હોય હોટ,
જે શિખ્યો ભણ્યો એ ઉતારવાને, ચાલો લખીએ ઓડિટનોટ.

છાપું આજ્કાલ એ જ વંચાવે, કૌભાંડો, હત્યા ને નકલી નોટ,
નેતા કાઢે રથયાત્રા ને, આમ આદમી ને મોંઘવારી ની ચોટ!

લે લાકડું ને કર મેરાયું, એમ થોડું કાંઈ થાય ભંભોટ?
લાલો તો લાભ વગર ન લોટે, હસવુંય છે ને ફાંકવો પણ છે લોટ?
એમ ઉતાવળે આંબા નો પાકે, તું માને એમ On the સ્પોટ,
સફળતા તો 'પાણી' માંગે,ન હોય મહેનત નાં ખાતર ની ખોટ!

જીવન તો દરિયા જેવું જીવ, ભલે આવે ભરતી ને ઓટ,
મોત તો હમણાં હાથવગું છે, દલીલ નઈ ચાલે કાળો કોટ,
પાપ નો ફોડ ઘડો મગતરા, ભરવા માંડ પુણ્ય નો પોટ!
હસો - હસાવો જગ ને 'જય' કરવા, બનીએ શાંતિ ના મેસ્કોટ!

- જય વોરા

Tuesday, September 11, 2012

સપ્ટેમ્બર માં ચોમાસું અને ક્લાયંટ નો બબડાટ!

એક તો આ પ્રોજેક્ટ ની ડેડલાઈન ગભરાવે,
અને બીજો આ વરસાદ નો પડછંદ ઘઘડાટ,
આગ લાગે ત્યારે જ કૂવો ખોદવાની આદત છે ઊભરાટ,
સપ્ટેમ્બર માં ચોમાસું અને ક્લાયંટ નો બબડાટ!

- જય વોરા ( Thoughts at the time of Project submission
) !

Saturday, July 21, 2012

A hate Letter to GirlFriend in OpenERP Terminology!

Guys,

This is an English Version,Gujarati version goes here!
Fun while you learn, lets spread some smile all over around!

Here it goes!

Hey my heart breaker Ex-girlfriend,


Go to hell, Lemme unlink() you from my life's records,
Won't ever meet one like you, putting the _constraint!


Thought you as a production server who is one consistent,
And you found out to be a Development Server,
Seeing you with a different Database-like Boyfriend each time,
Feels like you have a cron job set,its not fine its not fine !


Having a heart-like Database and Love-like ir.model,
Had made a write() of your _rec_name into my Lover ir.model.field,
Got a disappointing results when I did your auditrail,
Found your so-many one2many references, tagging you #fail !


It doesn't matter having your _fields_view_get() figure as good,
Hope you could have got good vals for the result of read() dude,
Had you ever overridden my eyes' read(),
Would find many calls to your browse() indeed!


Loved you at first sight at the stage of Login(),
Didn't even looked what Groups you belonging;
I still have all tracks of calendars of our crm.meeting,so cool,
And today It returns None for my model in your self.pool?


As said, nothing is there in external widgets you wear,
All the truth resides in preferences of your uid very clear;
I now understand your complete workflow so clean!
All your total report appears in my eye's print screen!


Journals of my feelings shows so many expense,
Balance sheet is equal by the tears as income!
All your hatred write-offs shows me a lot loss,
This forces my relation to you a fiscalyear close!


All your love letter modules look today so customized,
Uninstalling them leaves tracebacks, found fabricized!
Can you ever refund all the time spent behind you?
No,so I unreconcile the move.line of transaction with you!

Request to GOD!

Dear OSV,
Questing your powerful ORM, requesting you with True bool!
Access should be given to one, to create such a record rule!
One must use an sql_constraint, never create() you, a demo fool!


Thursday, July 19, 2012

લફરેબાજ પ્રેમિકા ને OpenERP setLang() માં mail.message !

અરે ઓ લફરેબાજ પ્રેમિકા,

જા, તને આજ થી જ હું unlink() કરી દઊ છું,
તારા જેવી ના મળે એવો _constraint મૂકી દઊ છું!

હુ તને Production Server માની બેઠેલો,
પણ તું તો Development Server નીકળી,
તુ તો દર મહિને નવા જ Database સાથે દેખાય છે;
જાણે કે તે કોઇ Scheduler ગોઠવ્યું છે!

મારા હ્રદયરુપી Database ના પ્રેમ Table માં,
પ્રેમિકા Field મા તારૂં _rec_name write() કરેલુ!
તારૂં Audit-trail કર્યુ તો જાણ્યું કે,
તારા તો ઠેર-ઠેર one2many references છે!
 
તારું fields_view_get() સારૂં હોવાથી શું?
read() ના Result માં Vals પણ સારી જોઇએ ને!
ક્યારેક તે મારી read() override કરી હોત,
તો ખબર પડત કે તારા કેટલા browse() calls છે!


મેં તને Login ની પહેલી નજર માં પ્રેમ કર્યો,
પરંતુ તારું Group ન જોવાની મેં કરી ભૂલ;
આપણી બધી Meetings ના મેં સાચવ્યા Calendar cool,
અને મારૂં model None બતાવે તારૂં આ self.pool!

કહેવાય છે ને, બાહ્ય Widgets માં કાંઈ નથી રાખ્યું,
સત્ય તો UID ના preferenes ની Language માં હતું;
પણ હું હવે સમજી ગયો છું તારો workflow clean,
તારો Report મારી આંખો માં થાય છે Print screen!

લાગણીઓ ની Journal માં બધું Expense જ વંચાય છે,
અશ્રુઓ ની Income થી balance sheet સરભર થાય છે;
તારા આપેલા જખ્મોરૂપી write-off હવે મને Loss બતાવે છે,
એટલે આજે જ આ મન સંબંધો નાં Fiscal year Close કરાવે છે!

તેં લખેલા પત્રો રૂપી Module આજે સાવ customized લાગે છે,
એટલે જ એમના uninstallation ના traceback રહી જાય છે!
મારા વહી ગયેલા સમય નો તું શું Refund આપીશ?
હું જ બધી યાદો ની move.line ને unreconcile કરું છું.


હે OSV,
અંતે આ Request અમારી, ORM લીલા અપરંપાર તમારી,
superadmin ને સદ્બુદ્ધિ આપ, તું જ કોઇ એવો Record Rule બનાવ,
sql_constraint નું ધ્યાન નિશદિન ધરે, આવો Demo કોઇ create() ન કરે!

- Jay Vora!

English version goes here!

Thursday, July 12, 2012

હાવ હાચી વાત !

દરેક છોકરી ના જીવન માં એક એવો છોકરો હોય છે જેને એ કોઈ દિવસ ભૂલી નથી શકતી
અને
..
..
..
..
..
..
..
..
..
..
..
..
દરેક છોકરા ના જીવન માં એક એવી છોકરી હોય છે જેને એ ક્યારેય મેળવી નથી શકતો

છે ને હાવ હાચી વાત કે નહિ ?

P.S. : સેન્ટી થવાની મનાઈ છે!!!

Thursday, June 14, 2012

Sunday, January 22, 2012

રાજકારણી તો તેને રે કહીએ


રચયિતા : Pandit Prashant


 

મને ગમતી સુબોઘ વાણીનું નવું વર્ઝન..
(સર્વ હકક નરસિંહ મહેતાને સ્‍વાધીન છે, જેની નોંધ લેવી)

રાજકારણી તો તેને રે કહીએ.. જે પીડ પોતાની જાણે રે...
સ્‍વકાજે કૌંભાડ કરે તોય..રાજીનામું ન આપે રે..
અપરાધ લોકમાં સહુને વંદે..નીંદા કરે મતદારની રે..
વાચ,કાછ,મન દુષિત રાખે..ફ્‍ટ ફ્‍ટ જનની તેની રે..
ફંદા દ્રષ્ટિને કડદા કરી.. પર સ્રીને જે મારે રે..
જિહ્વા થકી અસત્‍ય જ બોલે.. પરધન પચાવે ચાર હાથ રે..
માયા,મમતા ગાંઠે નહીં જેને..દ્દઢ સત્તા જેના મનમાં રે..
ખુરશીનામશું તાળી રે લાગી.સકળ સત્તા જેના તનમાં રે..
ખુબ લોભીને કપટ ચરીત છે..કામ,ક્રોધ અંગ-અંગમાં રે..
ભણે પ્રશાંત તેનું દર્શન કરતાં કુળ ઈકોતેર માર્યા રે..

ગાંધીનગર માં રાત્રિ ભોજન !


"અમુક શહેરોમાં રાત્રે ૯-૩૦ પછી જમવાનું શોધવા નીકળવું એટલે જાણે આદિમાનવ થઈને શિકારે નીકળવું."


મને યાદ છે કે અમે ક્રિકેટ વાળા મિત્રો પથિકાશ્રમ પાસે ભેગા થતા. હવે તો એ બન્ધ થઈ જાય છે ૧૦ વાગે!

પણ હા, ઇન્ફોસિટી નુ 'SAM's Resto' ખુલ્લું હોય છે.

Thursday, January 5, 2012

ધૂળ જેવી જિંદગી છે આપણી, એમાં રેડી આંસુડાં કીચડ ન કર!

સ્વીટ હાર્ટ ! ઈંગ્લીશમાં તું બડબડ ન કર,
હાય ને હાય હાય મહીં ગરબડ ન કર.

બિલ્લીની માફક મને નડનડ ન કર,
શ્વાન સમજીને મને હડહડ ન કર.

હાસ્ય તારું ભયજનક લાગે મને,
મેઘલી રાતે કદી ખડખડ ન કર.

પ્રેમની ટપલીને ટપલી રાખ તું,
વ્યાપ વિસ્તારીને તું થપ્પડ ન કર.

કાલે મારો પગ છૂંદ્યો તેં હીલ વડે,
એ જગા પર તું હવે અડઅડ ન કર.

ધૂળ જેવી જિંદગી છે આપણી,
એમાં રેડી આંસુડાં કીચડ ન કર.

-રઈશ મનીઆર

Wednesday, November 23, 2011

જનમથી મરણ સુધીનો જ સમય મળ્યો છે આપને!

 
જ્યાંજ્યાં નજર મારી પડે, ત્યાંત્યાં મચ્છર કરડ્યો છે આપને,
ક્યારેક ડેંગ્યુ થયો છે તો ક્યારેક મલેરિયા થયો છે આપને.

જાણું છું પોંહચી નથી શક્તા સમયસર ક્યાંય શહેરમાં
જ્યાંત્યાં ખાડાઓ અને ઠેર ઠેર ટ્રાફિક નડ્યો છે આપને.

રિક્શા ટેક્સીના બે ચાર રુપિયા માટે જીવ બાળવાનું છોડ
ખાદી, ખાખી, સફેદ ને કાળી વર્દીએ વધુ લૂટ્યોં છે આપને.

મૉલ મલ્ટિપ્લેક્ષ, મોટેલ હોટેલ, ફાઈવસ્ટાર બાર સાથોસાથ
ગંદકી, ગર્દી, ઘોંગાટ, ધૂમડા સાથે પનરો પડ્યો છે આપને.

બે ત્રણ રૂમના ફ્લેટના ચક્કરમાં વહી જશે આખી જીંદગી
જનમથી મરણ સુધીનો જ સમય મળ્યો છે આપને.

Tuesday, October 18, 2011

Honesty is the best policy always!

Guys,

In any circumstances(though being practical), be honest and dedicated always.

As a tribute to this thought, I would like to share a video here.



Thanks to Tejas Tank for sharing!