Saturday, September 15, 2012

ચાલો લખીએ ઓડિટનોટ !



આજ નો તો દિવસ ભારે હોં ભાઇ, જાણે વમળ માં તરતી બોટ,
એક પછી એક કામ સમેટવા, કેવી મૂક્વી પડતી દોટ!

સવાર પડી ને વાહન હાંક્યું, ભટકાણાં sheap ને ગોટ,
પડ્યો, આથડ્યો મુઢમાર વાગ્યો, જાણે સેહવાગ નો શોટ!
કામ માં મન આખો દી ભડકે બળે, હોય AC કે હોય હોટ,
જે શિખ્યો ભણ્યો એ ઉતારવાને, ચાલો લખીએ ઓડિટનોટ.

છાપું આજ્કાલ એ જ વંચાવે, કૌભાંડો, હત્યા ને નકલી નોટ,
નેતા કાઢે રથયાત્રા ને, આમ આદમી ને મોંઘવારી ની ચોટ!

લે લાકડું ને કર મેરાયું, એમ થોડું કાંઈ થાય ભંભોટ?
લાલો તો લાભ વગર ન લોટે, હસવુંય છે ને ફાંકવો પણ છે લોટ?
એમ ઉતાવળે આંબા નો પાકે, તું માને એમ On the સ્પોટ,
સફળતા તો 'પાણી' માંગે,ન હોય મહેનત નાં ખાતર ની ખોટ!

જીવન તો દરિયા જેવું જીવ, ભલે આવે ભરતી ને ઓટ,
મોત તો હમણાં હાથવગું છે, દલીલ નઈ ચાલે કાળો કોટ,
પાપ નો ફોડ ઘડો મગતરા, ભરવા માંડ પુણ્ય નો પોટ!
હસો - હસાવો જગ ને 'જય' કરવા, બનીએ શાંતિ ના મેસ્કોટ!

- જય વોરા

No comments: