Thursday, September 27, 2012

કોણ જાણે કેમ જીત્યો હારવા ની બાબતે!

કોણ જાણે કેમ જીત્યો હારવા ની બાબતે,
રોજ હું ખોટો પડ્યો છું ધારવા ની બાબતે.
 


સૌને બચાવ્યા, ડૂબ્યો હું જ તારવા ની બાબતે,
જાણે થાક્યો બોલતાં ભરબજારે, દોડવા ની બાબતે!


ભૂતકાળ માં જ સર્યો જાઊં,ભવિષ્ય ભાખવા ની બાબતે,
ખાધાં ખારા કે મીઠાં, જલન ઝાંઝવા ચાખવા ની બાબતે!

- જય વોરા

No comments: