Wednesday, May 8, 2019

શ્યામ ને વ્હાલા થઇ ગયા ઘનશ્યામ !

પરાગ પર ગુંજતા ભમરાઓ નો ધ્વનિ વહેતો મૂકી,
નાના દોહિત્રો નો કિલ્લોલ માણી તમામ;
માણીને,
શ્યામ ને વ્હાલા થઇ ગયા ઘનશ્યામ !

જયકુમારી મિલન અર્થે ધ્રુવ તારો બનવા,
વાહીન પ્રિય સોમવાર વિભૂતિ મય થઇ ગયો હે રામ;
મળવાને,
શ્યામ ને વ્હાલા થઇ ગયા ઘનશ્યામ !

સુધા સમું શુદ્ધ જીવન, હેમ જેવું જેનું મન,
સ્વભાવે અતુલ્ય, કર્મો ની ખુશ્બુ જાણે ચંદન;
ફેલાવીને,
શ્યામ ને વ્હાલા થઇ ગયા ઘનશ્યામ !

માણસ ને માણસ થવાનો નથી હજી કોઈ અણસાર,
મૃત્યુના દુ:ખ સભર અપૂર્વ અવસરે સ્વજનો ના આંખ આડા કાન;
કળીને,
શ્યામ ને વ્હાલા થઇ ગયા ઘનશ્યામ !

નૂતન વિચારો નો શૂન્યાવકાશ, થયા કાનના કૂવા ખાલી તમામ,
હેમાલી તણું ઠંડુ તન, શ્વાસના થાક્યા વણઝારાની છૂટે કમાન;
ખુમારીથી,
શ્યામ ને વ્હાલા થઇ ગયા ઘનશ્યામ !

આંખમાં અમને દઇ નિરાંતનું સપનું, ઉકલતા સૌ આંટીઘૂંટી અવધિ માં,
અસ્થિ બની ગઈ હસ્તી હસતી, મોતી અવતરશે જલધિમાં;
પૂજાઇને,
શ્યામ ને વ્હાલા થઇ ગયા ઘનશ્યામ !
 

જલધિ સમ જાણે વ્હાલનો ભંડાર,
જીંદગી ના રંગમંચ પર થયો જય-કાર;
કરાવીને,
શ્યામ ને વ્હાલા થઇ ગયા ઘનશ્યામ!

- જય વોરા !


No comments: