Monday, February 25, 2019

એકાંત, ફરજ અને સેલ્ફ - ઇંટ્રોસ્પેકશન !



આખા દિવસમાં એવો કયો સમય હોય છે જ્યારે તમે તમારી સાથે હોવ છો? બહુ ઓછો !
તમે યાદ કરો, છેલ્લે ક્યારે તમે તમારી સાથે હતા? ક્યારે તમે જ તમારી જાતને સવાલો કર્યા? તમારા સંવાદ વખતે તમારી જાતે તમને શું જવાબ આપ્યા?

આમ તો અલગ ટાઇમઝોન સારો પડે છે, એકાંત ઘણું મળી રહે !મને લાગે કે સાલું ૨૪ થી વધુ કલ્લાકો કોઈ નસીબદાર ને જ મળે, આપણા નસીબ ઉજળા! એવું લાગે કે હમણાં જ અડધો દિવસ પત્યો (ઇન્ડિયા નો), અને સુઈ ઉઠો એટલે હજી દિવસ ની શરૂઆત ! થઇ ગયા ને ૨૪+ કલ્લાક ! હાલ હું થોડા દિવસ USA છું એટલે ટાઈમ બૌ હોવાની શેખી મારી શકું ! આમેય સમય સાથે તો કાયમ ની બબાલ છે, ક્યાં પંગો લઈએ!


લખવું હતું 'સમય' પર,
ના લખી શક્યો સમયસર!
- જય વોરા

બોડી ભલે ને ભાઈ હાલ USA ના દિન-રાત ને સન્માન આપી ને પડ્યું રહે, પણ આત્મા તો અખંડ દિવા ની જેમ એકટીવ રહેતી હોય છે. અધૂરા માં પૂરો આ મોબાઈલ નો હયાત હોવાનો રણકતો નાદ, કાંઈને કાંઈ ચાલુ જ હોય ! બંધ એ કરાય નઈ, સવારે કોણ ઉઠાડે, ડોનાલ્ડ ભાઈ ને તો કહેવાય નઈ! આ વળી સરસ રવિવાર મળ્યો એટલે લખવા માટે Jump મારીને ઝંપલાવ્યું ! આ વખતે ઈચ્છા થઇ, અહીંયા ના કલ્ચર માં થી શીખવા જેવા 'ફરજ' ના ગુણ ની વિષે !


ઈચ્છાઓ ના ઘોંઘાટ ની વચ્ચે જેને ફરજ નો 'ધ્વનિ' સમજાય,
પછી તો જોને સર થતા માર્ગો, સરળ શું, અટપટા શું?
- જય વોરા

મન આપણું સખત ચંચળ હોય, એટલે આસપાસ ના આકર્ષક પરિબળો અજબ ગજબ ની ઈચ્છાઓ ને ઉજાગર કરે. આપણે ધ્યાન કેન્દ્રિત કરવું રહ્યું ફરજ પર. દરેક કાર્ય ને અંગત રીતે લઈને દિવસ ના બનાવેલા ટાર્ગેટ ને સર કરવા જબરો જોશ દરેક વ્યક્તિ માં જોવા મળે ! English માં એક સરસ વ્યાખ્યા છે, 'Doing your best even when no one else is watching, is a real integrity'! Integrity means અખંડિતતા. You have to stand still ! જીવન માં ભૂલવું નહિ કે તમારો સૌથી મોટો નિરીક્ષક તમે ખુદ છો!  Integrity નું ઇમ્પોર્ટન્સ દરેક કાર્ય માં, દરેક તબક્કે, દરેક સંબંધો માં રહેલું છે ; ભલે ને અંગત શોખ ને લગતું કાર્ય હોય કે તમારી કાર્યદક્ષતા પુરવાર કરવા માટે નું ! સમય ના દસ માં ભાગ ને પણ ખુબ સિરિયસલી લેતા થઈશું તો એ દરેક ક્ષણ સાચી રીતે જીવી કહેવાશે અને દિલચસ્પી - ધગશ થી કરેલા કર્મો ઘણું જ્ઞાન આપતા રહે છે, જેથી આવનાર અજાણ્યા સંકટ માટે સતત ઉર્જા મળે છે, વિવિધ પ્રકાર ની વિચાર શક્તિ મળે છે. No work is a waste and the knowledge you get from doing trials and errors, is not in any book!

ખુબ જ ખંત થી કરેલા કોઈ કાર્ય નિષ્ફળ નથી જતા, અને જાય તો પણ તમને એ આવનારી સફળતા માટે ખાતર આપે છે. ફોકસ ની સાથે, ઓપન માઈન્ડસેટ રાખી ને ફરજ બજાવવા થી ચારેકોર થી નવા વિચારો ને સ્વીકારવાની વૃત્તિ જન્મે છે; જેથી કરીને જીવન માં આવતા કપરા માર્ગો ને સરળતા થી પસાર કરી શકાય છે ! 
The biggest challenge is to stay focused.
It's to have the discipline when there are so many competing things 
- Alexa Hirschfeld

ed and be mentally tough. That's what I've really learned: every d
Read more at: https://www.brainyquote.com/quotes/chris_gronkowski_857361?src=t_stay_focused
You have to stay focused and be mentally tough. That's what I've really learned: every day is a grind, and you have to go hard. Chris Gronkowski
Read more at: https://www.brainyquote.com/quotes/chris_gronkowski_857361?src=t_stay_focused
You have to stay focused and be mentally tough. That's what I've really learned: every day is a grind, and you have to go hard. Chris Gronkowski
Read more at: https://www.brainyquote.com/quotes/chris_gronkowski_857361?src=t_stay_focused
You have to stay focused and be mentally tough. That's what I've really learned: every day is a grind, and you have to go hard. Chris Gronkowski
Read more at: https://www.brainyquote.com/quotes/chris_gronkowski_857361?src=t_stay_focused
ઠોકરો ખાઇને પણ ન સમજે તો તારૂં નસીબ,
ફરજ નીભાવશે જ પથ્થર તું જાય જો કરીબ!
- જય વોરા

ઘણી વાર એવું બનતું હોય છે કે, ભટકી ગયા હોઈએ ત્યારે આપણ ને કોઈ મિત્ર, સ્વજન યોગ્ય માર્ગ બતાવે કે સૂચન આપે. એમાં એ વ્યક્તિ એની ફરજ નિભાવે છે, પણ જો ખુદ આપણે સેલ્ફ - ઇંટ્રોસ્પેકશન ના કરીએ અને વિચાર કે કાર્ય માં સુધાર ના લાવીએ તો ફરી ઠોકર ખાવાની આવે જ છે. ઠરીઠામ થયેલો પથ્થર પણ એની ફરજ બજાવે છે કે, ફરી વગર વિચાર્યું કદમ ઉઠાવશું કે તરત ઠોકર વાગવાની છે !

હકનું બીજ ફરજ છે, આપણે બધા આપણી ફરજ અદા કરીએ તો હક તો આપણી પાસે જ છે. જો ફરજ છોડી હકને બાઝવા જઈશું તો તે ઝાંઝવાનાં નીર જેવું છે. જેમ તેની પાછળ જઈએ તેમ તે નાસે છે. એ જ વસ્તુ કૃષ્ણે તેની દિવ્ય વાણીમાં ગાઈ બતાવી : 'કર્મનો જ તને અધિકાર છે, ફળનો કદી ન હજો.' કર્મ તે ધર્મ છે, ફળ તે હક છે. દરેક જણ પોતપોતાના હકને વિશે આગ્રહ રાખવાને બદલે પોતપોતાને માથે આવતી ફરજ બજાવે તો માણસજાતમાં તરત જ સુવ્યવસ્થાનો અમલ શરૂ થાય. યોગ્ય રીતે અદા કરેલી ફરજના પાલનમાંથી જે અધિકારો અથવા હક સીધી રીતે પ્રગટ થતા નથી તે મેળવવા જેવાયે નથી.

આપ હંમેશ પોતાની ફરજ પ્રત્યે સભાન રહો, સતત સુધાર લાવવા વિષે પરિશ્રીત રહો, ખુદ ને મળી ને નવા ખુદ ને શોધવા કાર્યશીલ રહો, હંમેશા હસતા રહો, નિરોગી રહો અને જ્ઞાનગંગા વહાવતા રહો!

આભાર.
(સાલું આ ગુજરાતી ટાઈપ કરવામાં બહૂ તકલીફ પડે છે, ....સાચે !)

No comments: