Sunday, January 22, 2012

રાજકારણી તો તેને રે કહીએ


રચયિતા : Pandit Prashant


 

મને ગમતી સુબોઘ વાણીનું નવું વર્ઝન..
(સર્વ હકક નરસિંહ મહેતાને સ્‍વાધીન છે, જેની નોંધ લેવી)

રાજકારણી તો તેને રે કહીએ.. જે પીડ પોતાની જાણે રે...
સ્‍વકાજે કૌંભાડ કરે તોય..રાજીનામું ન આપે રે..
અપરાધ લોકમાં સહુને વંદે..નીંદા કરે મતદારની રે..
વાચ,કાછ,મન દુષિત રાખે..ફ્‍ટ ફ્‍ટ જનની તેની રે..
ફંદા દ્રષ્ટિને કડદા કરી.. પર સ્રીને જે મારે રે..
જિહ્વા થકી અસત્‍ય જ બોલે.. પરધન પચાવે ચાર હાથ રે..
માયા,મમતા ગાંઠે નહીં જેને..દ્દઢ સત્તા જેના મનમાં રે..
ખુરશીનામશું તાળી રે લાગી.સકળ સત્તા જેના તનમાં રે..
ખુબ લોભીને કપટ ચરીત છે..કામ,ક્રોધ અંગ-અંગમાં રે..
ભણે પ્રશાંત તેનું દર્શન કરતાં કુળ ઈકોતેર માર્યા રે..

No comments: