Monday, October 3, 2011

ગરબાની રીતે તું ગરબાને ગા !

 
 
 
 
 
 
 
ગરબાની રીતે તું ગરબાને ગા,
આ કોઈ રેપ નથી, સાલસાનાં સ્ટેપ નથી, લોહીની લાલી છે, મેકઅપનો લેપ નથી.
આવડતું ના હોય તો શીખી લે જા. – ગરબાની

ડી. જે. નું બેન્
ડ છે, સાથે ગર્લ-ફ્રેન્ડ છે, બોલીવુડ ટ્યુન્સ પર ફરવાનો ટ્રેન્ડ છે,
રમવા ક્યાંથી આવે જગદંબે મા !– ગરબાની

તારો તહેવાર છે, તારા સંસ્કાર છે, તારી સંસ્કૃતિને તારો આધાર છે,
દસ દિવસ માટે તો ગુજરાતી થા. – ગરબાની

મસમોટા ગ્રાઉન્ડમાં, કાનતોડ સાઉન્ડમાં, અસ્તવ્યસ્ત નાચે સૌ, કોઈ નથી રાઉન્ડમાં,
હાલ થયા ગરબાના સરવાળે આ !– ગરબાની

- શ્યામલ મુનશી
Thanks to Shrohit Patel for sharing.
 

No comments: