Wednesday, March 26, 2014

ફરિયાદ અને હિતેચ્છા!





ધરતી પર આટલી ભીડ હોવાનો મને આજ અચરજ થાય,
બાકી તો લોક ને હવા માં જોઇને ડોક દુ:ખી જ જાય છે!

ચાલ દોસ્ત, લંબાવ તારો હાથ હું સાથ આપું,
ટેકવું ઉતારવા નીસરણી, કાં તો કુદાડવા ઝોળી બનાવું!

ઠોકરો ખાઇને પણ ન સમજે તો તારૂં નસીબ,
ફરજ નીભાવશે જ પથ્થર તું જાય તો કરીબ!

ફરિયાદ ન કરવાનું મને ફરી ફરી ને યાદ આવે છે,
પણ અજંપા પર કોની 'જય' થાય છે!

- જય

Saturday, March 1, 2014

લખવું હતું 'સમય' પર, ના લખી શક્યો સમયસર!

ઘણું કહેવું છે, પણ ટૂંક્માં રાખીએ!

આમેય સમય સાથે તો કાયમ ની બબાલ છે, ક્યાં પંગો લઈએ!


'જય' તું મય,
સમય ને સમજ,
સમય નો વ્યય!

નહિં સમજે,
સમન્વય સમય,
જીવન ક્ષય!

આ જ પ્રવાહ,
અવિરત વહેતો,
સમય નો 'જય'!

(બીજી પણ એક આવી રહી છે, 'સમય' પર, પણ વિધિની વક્રતા જુઓ, એમાં મોડો પડ્યો!)