Saturday, August 4, 2012

એના શમણા!

sorry , થોડો બીઝી હતો, કામમાં હતો હમણાં,
સાચું કહું તો જોતો હતો હું તો એના શમણા...!

એક તો મળતી છે નહિ ને એ હેરાન કરે છે,
નાહક માં મુજ જીવતા જીવ ને એ બેજાન કરે છે.

મળવું હોય તો પણ એ તો એવા ભાવ ખાશે!
એક દિ એ તો સાચે મુજને હાર્ટ-અટેક દઈ જાશે!

કાલે કાલે કરીને મળવાના પ્રોમિસ એ કરશે,
તોયે મળવા નહિ આવે ને સો બહાના ધરશે!

આમ જોઈએ તો હું પણ એનાથી છું કંટાળ્યો,
વિચાર પણ આવે કે આવો તે શું પ્રેમ પાળ્યો!

કંટાળીને બેસું લઈ ને હાથ ની વચ્ચે લમણા,
ત્યાં ફરીથી પ્રેમમાં ખેંચી જાય છે એના શમણા!

-વિરાજ રાઓલ

No comments: