કે તમે પાંપણને પલકારે વાત કહી કંઈ,
મર્મ એનો ઉકેલવામાં રાત વહી ગઈ.
આમ મેળો ને મેળાની કેવી મરજાદ,
હોઠ ખુલે ના તોયે રહે સંભળાતો સાદ,
કોઈ લહેરખી મજાની જાણે સાથ રહી ગઈ,
મર્મ એનો ઉકેલવામાં રાત વહી ગઈ.
આભાથીયે ઝાઝેરો આભનો ઉઘાડ,
એમાં થોડો મલકાટ થોડું છાનું છાનું લાડ,
તોયે ભીને રૂમાલ એક ભાત લઇ ગઈ,
મર્મ એનો ઉકેલવામાં રાત વહી ગઈ.
- હરીન્દ્ર દવે
1 comment:
te.શ્રેષ્ઠ પોસ્ટ....
અમારી સાથે વહેંચાયેલ માટે આભાર....
Post a Comment