Thursday, December 29, 2011

આંખમાં દઇ નિરાંતનું સપનું, દોડતો મારોમાર રાખ્યો તેં!!!

 
હાથમાં કારોબાર રાખ્યો તેં,
ને મને બારોબાર રાખ્યો તેં!!!

એક ડગ છૂટથી ભરી ન શકું,
ખીણની ધારોધાર રાખ્યો તેં!!!
 
કોણ છું કોઈ દિ’ કળી ન શકું,
ભેદ પણ ભારોભાર રાખ્યો તેં!!!

આંખમાં દઇ નિરાંતનું સપનું,
દોડતો મારોમાર રાખ્યો તેં!!!

શ્વાસ સાથે જ ઉચ્છવાસ દીધા,
મોતની હારોહાર રાખ્યો તેં!!!
 
- મનોજ ખંડેરીયા 
 
- સ્વર/સ્વરાંકન: રવિન નાયક
 
( ગઝલ સાંભળવા આ લીંક પર ક્લિક કરશો )

http://rankaar.com/blog/archives/940

2 comments:

Hardik Joshi said...

Awesome Jay,

Manojbhai is always great.

રાત્રે આંખે ઊંઘ ભારોભાર દઈ,
નિશાચર(ચોર) નો પણ કારોબાર રાખ્યો તે!!

Jay Vora said...

Wah Hardik bhai,nice edit.