Tuesday, January 22, 2019

પપ્પા તો છે જ ને ...!!



હતા મારા જન્મ પર
બધા ઉત્સાહી ને..,
એક ખુણામાં ચુપચાપ
ઉભા હતા એ..,
અદબ વાળીને,

બધાએ માત્ર વહાલ કર્યું
ને જે દવાખાનાના બીલ
બાકી હતા તેમાં...,
*પપ્પા તો છે જ ને...*


પેટ ઘસીને ભાંખોડીયા
ભરતા થયો હું,
અથડાયો ઘડાયો,
કેટકેટલી વાર હું ઘરમાં,
પા પા પગલી ભરતાં
ડર લાગે, પણ...
પડીશ તો ચિંતા નહોતી,
કેમ કે...
*પપ્પા તો છે જ ને...*


યાદ છે નિશાળનો
પહેલો દિવસ...
જ્યારે રડયો હતો હું,
પોક મુકીને...
શાળાના દરવાજે,
ડરી ગયો હું..,
આ ચોપડીઓના
જંગલમાં,
પણ ખબર હતી કે,
હાથ પકડનાર...
*પપ્પા તો છે જ ને...*


સ્લેટ માં લખતો હતો હું
જિંદગીના પાઠ રોજ,
ને ભુંસતો સુધારતો
હું ભુલો,
જો નહીં સુધરે ભુલો,
ને નહીં ઉકલે આંટીઘૂંટી
તો એ બધું ઉકેલવા,
*પપ્પા તો છે જ ને..*


પહેલી સાઇકલ, સ્કૂટર
ને પહેલી ગાડીમાં
સ્ટીયરિંગ પકડીને
જોડે દોડ્યા હતા એ,
જો લપસી જઈશ હું
આ જિંદગીના રસ્તાઓ
પર ક્યાંક તો...,
હાથ પકડવા
*પપ્પા તો છે જ ને...*


*તું ભણ ને બાકી હું*
*ફોડી લઈશ*
આ ડાયલોગ પર
આખું ભણતર પુરું કર્યું,
ચોપડા, કપડાં ને
પોકેટ મની ટાઈમસર
આવતા ને ફી ભરવા માટે
*પપ્પા તો છે જ ને...*


કોઈ કરકસર કે કચાશ
ના કરી મને સારો માણસ
બનાવવામાં જેમણે,
હારી જઉં તો હાથ
પકડીને ઉભો કરી
ફરી તૈયાર કરવામાં
*પપ્પા તો છે જ ને...*


નોકરી પછી લગ્ન ને
પછી મારું ઘર કરવામાં
જેમણે કદી પાછું વળીને
ના જોયું,
કંઈ ખુટી પડશે તો
હું લઈ આવીશ એવી
હૈયાધારણ આપવાવાળા
*પપ્પા તો છે જ ને...*


જેમણે મને મોટો કર્યો
કોઈ પણ ક્ષોભ વિના,
ને વિતાવ્યું આખું
આયખું એમનું,
તો પણ હજી કંઈ થાય,
તો આવીને મને કહેતા..,
તું મુંજાતો નહીં..,
*તારા પપ્પા તો છે જ ને*


હાર્યો કેટલીય વાર
જિંદગીના દાવ પેચમાં,
ને રમ્યો બમણું હું,
જુગારી કેટલાય ખેલમાં,
તોય સતત મને જીતાડવા
મથતા ને..,
થાય કંઈ પણ...,
મને તો એક જ નિરાંત
કે.....,
*પપ્પા તો છે જ ને...*
- Copied from Internet - Unknown source

Monday, January 7, 2019

ઈન્ટરવ્યું - Self Discipline factor!

Sharing a story received as a forward on Whatsapp!


ઈન્ટરવ્યું..

ગમે તેમ કરીને તે ઓફિસે પહોંચ્યો.
આજ તેનો ઇન્ટરવ્યુ હતો.

મનોમન નકકી કર્યું હતું કે
જો નોકરી મળી જાય તો બીજે રહેવા જતું રહેવું છે.
મમ્મી,પપ્પાની રોજબરોજની નાની વાતો જેવી કે:-

- સૂઈને ઊઠે ત્યારે ચાદર સરખી કરી દે ,
- નાહીને બહાર નીકળે ત્યારે નળ બરોબર બંધ કરવો,
- નાહીને શરીરનો રૂમાલ તાર પર સૂકવી દેવો,
- રૂમમાંથી બહાર નીકળું તો પંખો કેમ બંધ નથી કરતો,
વિગેરે વિગેરે..ફરમાનોથી હું કંટાળી ગયો છું.

પેસેજની લાઈટ સવારે દસ વાગે પણ ચાલુ હતી
કોઈ રિસેપશનિસ્ટ પણ ન હતી. તેને લાઈટ બંધ કરી કારણકે મમ્મી ની ટકોર યાદ આવી.

ઓફિસના દરવાજા પર કોઈ હતું નહીં.
બાજુમાં પાણી પાઈપમાંથી બહાર નીકળતું હતું
તેને સરખું કર્યું. કારણકે પપ્પાની ટકોર યાદ આવી.

બોર્ડ માર્યું હતું કે બીજા માળે ઇન્ટરવ્યુ છે.
સીડીની લાઈટ પણ બંધ કરી.
એક ખુરશી આડી પડી હતી તે સરખી કરી.

પહેલા માળે બીજા કેંડીડેટ પણ હતા
જે ફટાફટ અંદર જઈને તરત જ બહાર આવતા હતા.
મેં પૂછતા તેઓએ કહ્યું કે કોઈ કંઈ પૂછતા જ નથી.

મારો વારો આવ્યો એટલે અંદર જઈ મારી ફાઇલ બતાવી. ફાઇલ જોયા પછી તરત જ મેનેજરે પૂછ્યું :
ક્યારથી જોઈન્ટ કરશો.
મને નવાઈ લાગી કે કશું પૂછયા વગર કઈ
એપ્રિલફૂલ તો નથી કરતા ને.

બોસ સમજી ગયા કહ્યું :
હા ભાઈ એપ્રિલ ફૂલ નથી હકીકત છે.

આજના ઇન્ટરવ્યૂમાં કોઈને કંઈ પૂછ્યું નથી

બસ CCTV મા તમારો Attitude જોયો છે.

બધા કેંડીડેટ આવે છે પણ કોઈને નળ બંધ કરવાનું કે લાઈટ બંધ કરવાનું સૂઝતું નથી
એક તમે તેમાં પાસ થયા છો.
ધન્ય છે તમારા માબાપ ને કે જેને તમને આવા સંસ્કારો કે શિસ્તના પાઠ ભણાવ્યા છે.

જે વ્યક્તિ પાસે Self Discipline હોતી નથી તે ગમે તેટલો હોશિયાર હોય મેનેજમેન્ટમાં અને જિંદગીની દોડમાં નિષ્ફળ જાય છે.

મનોમન મેં નક્કી કર્યું કે ઘેર જઈને મમ્મી, પપ્પાની માફી માંગી લઈશ અને કહીશ કે તમારી નાનીનાની ટકોર આજે મને જિંદગીના પાઠ ભણાવી ગઈ જેની આગળ મારી ડિગ્રીની પણ કોઈ કિંમત નથી.

જીવનમાં શિસ્ત અને હકારાત્મક અભિગમ કેળવીએ.