Wednesday, September 19, 2012

મૌત તો માત્ર નામ થી બદનામ, સાચી તક્લીફ તો યારો જિંદગી જ અપાવે છે!



કોણ જાણે કેમ આ શોર-બકોર-ઉહાપોહ,
આખી દુનિયા ને જગાવે/ગજાવે છે,
જ્યાં જોઉં ત્યાં સૌને,
મૌત નો જ ડર સતાવે છે;

ભગવાન પણ બિચારો જીવતે જીવત,
એ સત્ય જાણી અફ્સોસ મનાવે છે,
સૃષ્ટિ બનાવી ને મેં શું ધાડ મારી,
મારા બનાવેલા જ આજ મને બનાવે છે.

મરજીવા, સૈનિકો, પીડિતો, કેદીઓ,
યમરાજ સહિત સૌ એક સૂરે સમજાવે છે,
બિન્દાસ અલમસ્ત જીવવા મળે છે તો,
મન ભરી ને જીવી લે ને ખટપટ વગર,
મૌત તો માત્ર નામ થી બદનામ છે 'જય',
સાચી તક્લીફ તો યારો જિંદગી જ અપાવે છે!


- જય વોરા

No comments: