વાતાવરણ
અકળામણું, ભારે
શાંતિ ક્યાંથી?
ઘડી બે ઘડી
હાશકારા ની શોધ,
વૈભવ માંથી?
રાત દિવસ,
એક કરવા મથું,
દિવસ રાત!
જડ ચેતન,
પેટાળ, કણ-કણ;
અંતરિક્ષ માં!
દીવો લઈને,
કે સૂર્ય તળે શોધું,
તિમિર માંથી!
સાંધું એક તો,
તુટે તેર છેડલા,
સંબંધો માંથી.
જન્મ લઈને,
આ તો જાણે મેં બાંધ્યો,
સફેદ હાથી!
- જય વોરા
અકળામણું, ભારે
શાંતિ ક્યાંથી?
ઘડી બે ઘડી
હાશકારા ની શોધ,
વૈભવ માંથી?
રાત દિવસ,
એક કરવા મથું,
દિવસ રાત!
જડ ચેતન,
પેટાળ, કણ-કણ;
અંતરિક્ષ માં!
દીવો લઈને,
કે સૂર્ય તળે શોધું,
તિમિર માંથી!
સાંધું એક તો,
તુટે તેર છેડલા,
સંબંધો માંથી.
જન્મ લઈને,
આ તો જાણે મેં બાંધ્યો,
સફેદ હાથી!
- જય વોરા
No comments:
Post a Comment