Sunday, September 15, 2013

જીવન એક યુદ્ધ છે, જો લડાય તો...'જય' નિશ્ચિત છે, જો પડકારાય તો!

જીવન એક યુદ્ધ છે, જો લડાય તો;
'જય' નિશ્ચિત છે, જો પડકારાય તો!

જગ ખરેખર સુંદર છે, જો જોવાય તો;
થાવું મારે પણ બુદ્ધ છે, જો થવાય તો!

સપનાં આવશે જ, જો નીંદર થાય તો;
જરા ફરિયાદ તો કરી લઊં, જો સંભળાય તો!

અશ્રુ તો વહેશે મન, જો દુ:ભાય તો;
કાબૂ માં રાખજો જીભડી, જો રખાય તો!

વિચારો તો વ્રુદ્ધ બની જશે, જો માત્ર સચવાય તો;
અમલ માં મૂકવા જ માંડ, જો રચાય તો!

આકાર તો જ મળે માટી ને, જો ઘડાય તો;
જાળ ત્યારે જ બનશે કરોળિયાનું, જો એ પછડાય તો!

આગળ વધવાનું લખેલુ જ છે, જો પગ મંડાય તો;
હાર ગણાશે નહિં, જો ફરી ઉભા થવાય તો!

પ્રશ્ન છે તો ઉત્તરો પણ છે, જો જણાય તો;
સાવ સીધો જ તર્ક હોય છે, જો સમજાય તો!

સમજો તો અઘરૂં નથી, જો કળાય તો!
હજી પણ લખતો રહીશ, જો લખાય તો!

- જય વોરા

2 comments:

Dwiref Vora said...

"થાવું મારે પણ બુદ્ધ છે, જો થવાય તો!"

સુંદર જયભાઈ. કરોળિયાવાળી પંક્તિ થોડી ટૂંકાવો તો વધુ સરસ બનશે.

Jay Vora said...

Aabhar dost, haji initial phase ma 6u :) Will learn for sure!