Tuesday, January 14, 2020

પતંગ શીખવાડે છે !

પતંગ શીખવાડે છે કે ઉડવું, ખુબ ઊંચે ઉડવું, પવનના ધ્વનિ સાથે તાલ મિલાવીને ઉડવું !
અન્ય પતંગો સાથે ઉડવું, આનંદ લેતા લેતા જમીની હકીકત થી જોડાઈને ઉડવું !
પણ, કાબુ માં રહી શકો એમ ઉડવું; હળવા બની ને ઉડવું ;
કારણ, નીચે પટકાઇએ તો જીલનારને જીલવાનો ભાર ન લાગે, અને ઘોંઘાટ ના થાય !
- જય વોરા !



પતંગ નો કિન્ના જોડે સંબંધ પાસપોર્ટ જેવો !
- જય વોરા !

"સંબંધ એટલે રિલેશન" ==> રિ + લેશન !
ફરી ફરી કરવાનું લેશન, લાગણી ઓને વાગોળી વાગોળી ને કરવાનું હોમવર્ક !
 

"પાસપોર્ટ એટલે પા - સપોર્ટ " ==> જેના થી તો માત્ર વિદેશ 'સફર' થઇ શકે,
જયારે ટિમ / પરિવાર ના આખા સપોર્ટ થી, દેશ વિદેશ 'સફળ' થઇ શકે !


- જય વોરા !