Saturday, August 9, 2014

પત્રવ્યવહાર - એક ઇતિહાસ : પત્રલેખન - ઐતિહાસિક કળા!




બ્લૉગ નુ ટાઇટલ બઊ ગંભીર લાગે છે નેજરાય નથી ... સાચે ! પરીક્ષા માઁ નિબઁ પૂછાય અને સમય બચ્યો હોય તો કેવુઁ સરસ મજાનુઁ લખીએ, એવુઁ મને આજે વાઁચેલા એક પત્ર પરથી થયુઁ છે અને છે એનુઁ પરિણામ! લો આવી ગયુઁ એક ઓર નજરાણુઁ.

શુક્રવાર ની બપોર હતી, "ટ્રિન ટ્રિન...વો..રા ' " અવાજ આવ્યો અને હુઁ જમતાઁ જમતાઁ ઉભો થઈ ને આવેલા કુરિયર, કવર્સ વગેરે ...ટુઁ માઁ ટપાલ આવ્યો.

બોલો લ્યો, પાલી અમારે ત્યાઁ નિયમિત આવે છે, ( તહેવારો માઁ :) તો રોજ આવવાનું થાય એમને! બક્શીશ જિંદાબાદ !)

આવનાર 4-5 કવર્સમાઁ એક પત્ર હતો, અમારા મીનાક્ષી માસી નો!
તહેવારો આવે એટલે પત્રો આવે અને ઇંફોર્મેશન ટેક્નોલોજી (IT) થી તરબતર થયેલા આપણાઁ દિલ-દિમાગ ને કૈંક નવો ખોરાક મળે ! તો ભાઈ રક્ષાબંધન ની સીઝન ને ! મારી બંને મોટી બહેનો ના આશીર્વાદ થી રપૂર શબ્દો હતા અને તો રહેવાના ! ( સાલુ સાચ્ચુ , આશીર્વાદ ની બઊ જરૂર છે હોઁ આજકાલ ! તમે પણ આપી દો યાર હવે, કંજુસાઇ શુઁ આમાઁ ! ... થેંક્યુ !)

અને પત્ર ની પાછળ ની બાજુ અમારા ખાઁટુ માસી નો શુભેચ્છા સંદેશ અને યાદી! અને એમણે જે લખ્યુઁ છે ખરેખર આપણને વિચારતા કરી મૂકે લાએમના દરેક શબ્દ માઁ મજા પડી જાય! કળા તો!

" બીઝી જય ને બીજી માસી ના આશીર્વાદ! " -  નાલાયક તુઁ યાદ કેમ નથી કરતો માસી ને, એમ!
એમાઁય પાછો પ્રા અને તર્ક!

"પત્રવ્યવહાર ની પધ્ધતિ સારી હતીહવે તો લખવાની પ્રેક્ટિસ પણ જતી રહી છે! અક્ષરો સુધારવા પડશે" - અક્ષરો તો સુવાચ્ય હતા પણ એથી વધારે ક્લિયર તો એનો ર્મ છે! નસીબજોગે આજકાલ મારા હાથે તો ગુજરાતી પત્રો/ અરજીઓ લખાઇ છે! પણ તોયે શુઁ ... આદત તો સ્વાભાવિક રીતે પત્રવ્યવહાર ની જેમ નામ-શેષ થઈ ગઈ છે !

એક જમાનો હતો, રોજ ટપાલી કાકા આવતાપત્રો માઁ પાછુઁ હોય મોટાભાગે કૉમન!
અલગ અલગ શબ્દો માઁ અલગ લાગણીઓ ! પંચાત, ફરિયાદો, ખોદણી, રોદણાઁ રોવાના , સમાચાર, ઋણ સ્વિકાર વગેરે! (મને યાદ આવ્યુઁ કે મારા દાદાશ્રી નાઁ અવસાન ને લગતા ઋણ સ્વીકાર નાઁ પત્રો મેઁ લખેલા!)

- સૌ કુશળ-મઁગળ હશે અમે સૌ મજા માઁ છીએ!
- આપણો લાલો મોટો થઈ ગયો હશે ને!
(લાલો એટલે કૉમન નામ એમ, બાબા નુઁ તમને નામ ખબર ના હોય તો પણ ચાલે )
- છોરાઁ એય ને તે ઘર મા ધમાચકડી મચાવતા હશે.
- મીના ને ફાવી ગ્યુઁ
સાસરે ?
- નવું ઘર કેવુઁ છે બાકી? આડોશ-પાડોશ માઁ કોઇ પેલા કાંતાબેન જેવું નથી ને? (
પંચાત )
- ચઁપામાસી હવે થાક્યા છે હોઁ ! ( એટલે તૈયારી એમ 'રામ નામ' ની) રજાઑ લૈ રાખ્જે :) !
- ચિ.,  .સૌ.,  મુ. , ગઁ.સ્વ, . ધૂ. . પૂ. એવાઁ તો સંબોધનો હોય!



પત્રલેખન એક ઉત્તમ કળા છે જે આજે ઈ-મેઈલના જમાનામાં વિસરાતી જાય છે. ગમે તે હોય, પરંતુ પત્ર લખીને વ્યક્ત થતો આનંદ કંઈક ઓર જ છે !


બહુ લખવુઁ છે, પણ ગુજરાતી ટાઇપ કરવામાઁ બઊ ટાઇમ જાય છે! વધુ આવતા અઁકે ! :)

આભાર!